Local Time

  • Timezone: America/New_York
  • Date: Sep 22 2026
  • Time: 11:00 am - 12:30 pm

More Info

Joining Link

Date

Sep 22 2026
Expired!

Time

8:30 pm - 10:00 pm

વિકાસના રાહબર – સાપ્તાહિક વેબિનાર સિરીઝ | ભાગ ૧૨

INHAF અને ASAG દ્વારા આયોજિત ‘વિકાસના રાહબર’ની ૧૨મી કડીમાં કલાસૂર્ય ફાઉન્ડેશન સાથે મહિલા સશક્તિકરણ, માસિક સ્વાસ્થ્ય અને સ્વચ્છતા, આરોગ્ય જાગૃતિ તથા સામાજિક પરિવર્તન જેવા મહત્વપૂર્ણ વિષયો પર સંવાદ યોજાશે.

કલાસૂર્ય ફાઉન્ડેશન ૨૦૨૨થી ‘સંગી ધ લાઈટ – કમ્પેનિયન ટુ ધ મેન્સ્ટ્રુઅલ રિવોલ્યુશન’ પહેલ દ્વારા મહિલાઓ અને કિશોરીઓમાં માસિક સ્વાસ્થ્ય અને સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવી રહ્યું છે. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં દોઢ લાખથી વધુ મહિલાઓ અને છોકરીઓને માસિક સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને યોગ્ય તકેદારીની પ્રથાઓ અંગે શિક્ષિત કરવામાં આવી છે તથા ૬૦,૦૦૦થી વધુ મેન્સ્ટ્રુઅલ કપ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા છે.

આ વેબિનારમાં માસિક સ્વાસ્થ્યને માત્ર આરોગ્યનો મુદ્દો નહીં, પરંતુ આત્મસન્માન, આરોગ્ય, સમાનતા અને મહિલા સશક્તિકરણ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ વિષય તરીકે સમજવા અને તેના વિવિધ પાસાઓ પર સંવાદ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.