Local Time

  • Timezone: America/New_York
  • Date: Aug 25 2026
  • Time: 11:00 am - 12:30 pm

More Info

Joining Link

Date

Aug 25 2026
Expired!

Time

8:30 pm - 10:00 pm

વિકાસના રાહબર – સાપ્તાહિક વેબિનાર-સિરીઝ | ભાગ ૮

પર્યાવરણ, સામાજિક ન્યાય અને ટકાઉ વિકાસ સાથે જોડાયેલા અનુભવો, વિચારો અને કાર્યને સમજવા માટે ‘વિકાસના રાહબર’ એક સાપ્તાહિક સંવાદ મંચ છે. આ શ્રેણી દ્વારા વિકાસ ક્ષેત્રે કાર્યરત અનુભવી વ્યક્તિઓ અને સમુદાય સાથે જોડાયેલા કાર્યકરો સાથે વિચારવિમર્શ કરવામાં આવે છે.

વેબિનારની આ કડીમાં ‘પર્યાવરણ મિત્ર’ સંસ્થા અને તેના પર્યાવરણ સંરક્ષણ, જનભાગીદારી અને પર્યાવરણીય જાગૃતિ માટેના પ્રયાસો પર વિશેષ સંવાદ યોજાશે. ‘પર્યાવરણ મિત્ર’ લોકોની સહભાગિતા દ્વારા પર્યાવરણ-પ્રબંધનને સુનિશ્ચિત કરવા માટે કાર્યરત છે અને પર્યાવરણ સુરક્ષા સાથે માનવ અધિકાર, સામાજિક ન્યાય તથા સામાજિક-લિંગ સમાનતાના મુદ્દાઓને પણ મહત્વ આપે છે.

આ વેબિનાર વિકાસ ક્ષેત્રે કાર્યરત વ્યક્તિઓ, સંસ્થાઓ, સંશોધકો, વિદ્યાર્થીઓ અને પર્યાવરણ તથા સામાજિક પરિવર્તનમાં રસ ધરાવતા સૌ માટે ઉપયોગી સંવાદનું માધ્યમ બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.