Local Time

  • Timezone: America/New_York
  • Date: Nov 24 2026
  • Time: 10:00 am - 11:30 am

Date

Nov 24 2026
Expired!

Time

8:30 pm - 10:00 pm

વિકાસના રાહબર – સાપ્તાહિક વેબિનાર સિરીઝ | ભાગ ૧૮

આ સપ્તાહના ‘વિકાસના રહબર’ વેબિનારમાં ‘જતન’ ટ્રસ્ટ, વડોદરાની સંસ્થાકીય કામગીરી અને યોગદાનનો પરિચય કરાવવામાં આવશે. ‘જતન’ ટ્રસ્ટ છેલ્લા કેટલાંક દાયકાઓથી સજીવ ખેતી, કૃષિમાં ટકાઉ પદ્ધતિઓ અને ખેડૂતોના બીજ અધિકારો માટે કાર્યરત છે.

વેબિનારમાં ગુજરાતમાં સજીવ ખેતીના વિચારો, સિદ્ધાંતો અને પદ્ધતિઓના વિકાસ તેમજ કૃષિ રસાયણો અને જનીન રૂપાંતરિત (GM) બીજના ઉપયોગ સામેના પ્રયાસોની ચર્ચા કરવામાં આવશે. સાથે જ આદિવાસી વિસ્તારોમાં GM બીજના પ્રસારને રોકવા અને ખેડૂતોના પરંપરાગત બીજ અધિકારોનું સંરક્ષણ કરવા માટે ‘જતન’ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા સંઘર્ષ અને યોગદાન પર પણ પ્રકાશ પાડવામાં આવશે.

આ સંવાદમાં કૃષિ ક્ષેત્રે ટકાઉ પરિવર્તન, ખેડૂતોના અધિકારો અને કૃષિ નીતિઓ પર નાગરિક સમાજની ભૂમિકા અંગે વિચારોનું આદાનપ્રદાન કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.