Local Time
- Timezone: America/New_York
- Date: Aug 04 2026
- Time: 11:00 am - 12:30 pm
વિકાસના રાહબર – વેબિનાર શ્રેણી | ભાગ ૫
‘વિકાસના રાહબર’ સાપ્તાહિક વેબિનાર-સિરીઝના પાંચમા સત્રમાં ગ્રામ સેવા ટ્રસ્ટ-ખારેલ, નવસારીના ત્રણ દાયકાથી વધુ સમયથી ચાલતા સમુદાય આધારિત વિકાસકાર્યોને સમજવાનો અવસર મળશે. દક્ષિણ ગુજરાતના આદિવાસી અને વંચિત સમુદાયો માટે આરોગ્ય, શિક્ષણ, બાળ વિકાસ, મહિલા સશક્તિકરણ અને જીવનોપાર્જન જેવા ક્ષેત્રોમાં સંસ્થાએ કરેલા નોંધપાત્ર કાર્ય પર આ સત્રમાં વિશેષ ચર્ચા કરવામાં આવશે.
વેબિનારમાં સંસ્થાની વિકાસયાત્રા, સમુદાયની ભાગીદારી પર આધારિત કાર્યપદ્ધતિ, ગુણવત્તાસભર આરોગ્યસેવાઓને ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચાડવાના પ્રયાસો તથા મહિલાઓ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે અમલમાં મૂકાયેલી પહેલો અંગે નિષ્ણાતો પોતાના અનુભવો અને વિચારો રજૂ કરશે.
ગ્રામ્ય વિકાસ, જાહેર આરોગ્ય, સમુદાય સશક્તિકરણ અને સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યમાં રસ ધરાવતા વિકાસકર્મીઓ, સંશોધકો, વિદ્યાર્થીઓ તથા તમામ નાગરિકો માટે આ વેબિનાર એક ઉપયોગી અને પ્રેરણાદાયી ચર્ચા બની રહેશે.