Local Time

  • Timezone: America/New_York
  • Date: Jul 14 2026
  • Time: 11:00 am - 12:00 pm

More Info

Watch Video

Date

Jul 14 2026
Expired!

Time

8:30 pm - 9:30 pm

વિકાસના રાહબર – સાપ્તાહિક વેબિનાર સીરીઝ | ભાગ – ૨

ઇન્ડિયન નેશનલ હેબિટેટ ફોરમ (INHAF) અને અસાગ (ASAG) દ્વારા આયોજિત ‘વિકાસના રાહબર’ સાપ્તાહિક વેબિનાર સીરીઝના બીજા વેબિનારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ વેબિનાર સીરીઝ વિકાસકર્મીઓ, સામુદાયિક આગેવાનો, સંશોધકો અને સામાજિક ક્ષેત્રે કાર્યરત વ્યક્તિઓ માટે અનુભવ, વિચારો, દૃષ્ટિકોણ અને નવીન પહેલોની આપ-લે માટેનું એક સંવાદમંચ છે, જે સર્વસમાવેશક અને ટકાઉ વિકાસ અંગે અર્થપૂર્ણ ચર્ચાને પ્રોત્સાહિત કરે છે.

આ સત્રમાં લોક સ્વાસ્થ્ય સેવા (શ્રી ગુજરાત મહિલા લોક સ્વાસ્થ્ય સેવા સહકારી મંડળી), અમદાવાદની કામગીરી અને યાત્રા પર વિશેષ ચર્ચા થશે. મહિલાઓ દ્વારા સંચાલિત આ સહકારી સંસ્થા આરોગ્ય શિક્ષણ, પ્રતિરોધાત્મક આરોગ્યસેવા, સસ્તી અને સુલભ આરોગ્ય સેવાઓ તથા મહિલા સશક્તિકરણ દ્વારા સમુદાયના આરોગ્યને મજબૂત બનાવવા માટે કાર્યરત છે.

આ ચર્ચા દ્વારા સંસ્થાની વિકાસયાત્રા, સમુદાય આધારિત કાર્યપદ્ધતિ અને ગુજરાતમાં જાહેર આરોગ્ય તથા સામાજિક વિકાસમાં તેના મહત્વપૂર્ણ યોગદાન અંગે મૂલ્યવાન જાણકારી પ્રાપ્ત થશે.

સમુદાય આધારિત આરોગ્ય, સહકારી ચળવળ, ગ્રામસ્તરીય વિકાસ અને સામાજિક ક્ષેત્રમાં રસ ધરાવતા વિકાસકર્મીઓ, સંશોધકો, વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ તથા તમામ નાગરિકોને આ વેબિનારમાં સહભાગી બનવા માટે હાર્દિક આમંત્રણ છે. આવો, આ અર્થસભર સંવાદમાં જોડાઈએ અને એકબીજાના અનુભવોમાંથી શીખીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.