Local Time

  • Timezone: America/New_York
  • Date: Oct 06 2026
  • Time: 11:00 am - 12:30 pm

More Info

Joining Link

Date

Oct 06 2026
Expired!

Time

8:30 pm - 10:00 pm

વિકાસના રાહબર – સાપ્તાહિક વેબિનાર સિરીઝ | ભાગ ૧૪

આ અંકમાં ‘ટ્રસ્ટ ફોર રિસર્ચિંગ ધ અનડર્સ’ (TRU-લોકસ્વાસ્થ્ય મંડળ), વડોદરા સાથે સંવાદ યોજાશે. TRU વર્ષોથી પંચમહાલના આદિવાસી વિસ્તારોમાં વંચિત અને છેવાડાના લોકોના આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરી રહ્યું છે. સંસ્થા ગ્રામજનોની આરોગ્ય સમસ્યાઓના ઉકેલ માટે સક્ષમતા વિકસાવવી, મહિલાઓનું સંગઠન કરવું અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે સમુદાય આધારિત પહેલો હાથ ધરવા જેવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે.

આરોગ્ય ક્ષેત્રે સંસ્થા પૂર્વ પ્રાથમિક શિક્ષણ, દીકરીઓના માધ્યમિક શિક્ષણ માટે ‘અભિનવ કન્યા શિક્ષણ કાર્યક્રમ’, બિનચેપી રોગો સામે જાગૃતિ અને નિવારણ તથા સામુદાયિક માનસિક સ્વાસ્થ્ય જેવી પ્રવૃત્તિઓ પણ ચલાવે છે. વડોદરા શહેરની ઝૂંપડપટ્ટીઓમાં મહિલા આરોગ્ય અને વિકાસ માટે સહકારી મંડળી, જીવન વીમા યોજના તથા રાહત નિદાન કેન્દ્ર સાથે મળીને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં પણ સંસ્થાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.

આ વેબિનારમાં TRU-લોકસ્વાસ્થ્ય મંડળના આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે અનુભવો, આદિવાસી અને વંચિત સમુદાયો સાથેનું કાર્ય, મહિલાઓ અને દીકરીઓ માટેની પહેલો તેમજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં લોકસ્વાસ્થ્ય આધારિત વિકાસના પ્રયાસો અંગે ચર્ચા કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.