Local Time
- Timezone: America/New_York
- Date: Sep 29 2026
- Time: 11:00 am - 12:30 pm
વિકાસના રાહબર – સાપ્તાહિક વેબિનાર સિરીઝ | ભાગ ૧૩
આ અંકમાં ગ્રામ વિકાસ ટ્રસ્ટ – દ્વારકા સાથે સંવાદ યોજાશે. ગ્રામ વિકાસ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ અને છેવાડાના લોકોના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાનો, મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાનો અને સૌને સન્માનપૂર્ણ જીવન તથા સમાન અધિકારો પ્રાપ્ત થાય તે માટે કાર્ય કરવાનો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખામંડળ, કલ્યાણપુર, ભાણવડ અને ખંભાળિયા તાલુકાના 92 ગામોમાં સંસ્થા વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરે છે. સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતા વધારવી, જમીન સંરક્ષણ, જમીનના ધોવાણને અટકાવવું અને જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા જેવા ક્ષેત્રોમાં સંસ્થા દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે.
આ વેબિનારમાં ગ્રામ વિકાસ ટ્રસ્ટ – દ્વારકાના કાર્ય, ગ્રામ્ય વિકાસના અનુભવો, મહિલાઓના સશક્તિકરણ અને સ્થાનિક સ્તરે ટકાઉ તથા સમાનતાધારિત વિકાસ માટે કરવામાં આવતી પહેલો અંગે ચર્ચા કરવામાં આવશે.