Local Time
- Timezone: America/New_York
- Date: Sep 15 2026
- Time: 11:00 am - 12:30 pm
વિકાસના રાહબર – સાપ્તાહિક વેબિનાર-સિરીઝ | ભાગ ૧૧
પર્યાવરણ, સમાજ અને ટકાઉ વિકાસ સાથે જોડાયેલા અનુભવો, વિચારો અને કાર્યને સમજવા માટે ‘વિકાસના રાહબર’ એક સાપ્તાહિક સંવાદ મંચ છે. આ શ્રેણી દ્વારા વિકાસ ક્ષેત્રે કાર્યરત અનુભવી વ્યક્તિઓ, સમુદાય સાથે જોડાયેલા કાર્યકરો અને વિવિધ ક્ષેત્રોના પરિવર્તનકર્તાઓ સાથે વિચારવિમર્શ કરવામાં આવે છે.
વેબિનારની આ કડીમાં ‘લોકમિત્રા’ ટ્રસ્ટ અને ગ્રામ્ય વિકાસ, કુદરતી સંસાધનો, કેળવણી તથા સમુદાય સાથે જોડાયેલા તેના કાર્ય પર વિશેષ સંવાદ યોજાશે. ૧૯૮૯થી કાર્યરત ‘લોકમિત્રા’ ટ્રસ્ટે વંચિતતા નિવારણ, સંકટ-રાહત, આરોગ્ય-રાહત અને કુદરતી સંસાધનોના વિકાસ જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે.
આ સંવાદ દ્વારા વરસાદી પાણી સંગ્રહ માટેની મટકા ટાંકીની ડિઝાઇન, ફીંડલા શરબતની શરૂઆત અને ‘કશાળા’ નામના વૈકલ્પિક કેળવણી કાર્યક્રમ જેવા ‘લોકમિત્રા’ના અનુભવો અને પહેલો વિશે ચર્ચા કરવામાં આવશે. સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવતા વિકાસલક્ષી પ્રયાસો અને સમુદાયની ભાગીદારીના મહત્વને સમજવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ વેબિનાર વિકાસ ક્ષેત્રે કાર્યરત વ્યક્તિઓ, સંસ્થાઓ, સંશોધકો, વિદ્યાર્થીઓ, સામાજિક કાર્યકરો અને ગ્રામ્ય વિકાસ, પર્યાવરણ તથા સમુદાય આધારિત કાર્યમાં રસ ધરાવતા સૌ માટે ઉપયોગી સંવાદનું માધ્યમ બનશે.