Local Time
- Timezone: America/New_York
- Date: Sep 01 2026
- Time: 11:00 am - 12:30 pm
વિકાસના રાહબર – સાપ્તાહિક વેબિનાર-સિરીઝ | ભાગ ૯
વિકાસના રાહબર સામાજિક વેબિનાર સિરીઝના આ સત્રમાં ગુજરાતની જાણીતી સંસ્થા **‘ઉત્થાન’**ના કાર્ય અને અભિગમ વિશે સંવાદ યોજાશે.
૧૯૮૧થી ઉત્થાન મહિલાઓ અને કિશોરીઓના સશક્તિકરણ, તેમના હકો અને સંસાધનો સુધી પહોંચ, પાણી વ્યવસ્થાપન તથા ટકાઉ આજીવિકા જેવા મુદ્દાઓ પર કાર્યરત છે. સ્થાનિક સમુદાયો સાથે મળીને તેમની જરૂરિયાતોને અનુરૂપ ઉકેલો વિકસાવવાના ઉત્થાનના પ્રયાસો આ સત્રના કેન્દ્રમાં રહેશે.
આ સત્રમાં ઉત્થાનની કાર્યયાત્રા, મહિલા નેતૃત્વ, પાણી અને આજીવિકા સાથે જોડાયેલા પડકારો તેમજ સમુદાય આધારિત વિકાસના અનુભવો અંગે જાણવાની અને સમજવાની તક મળશે.