Local Time
- Timezone: America/New_York
- Date: Aug 11 2026
- Time: 11:00 am - 12:30 pm
વિકાસના રાહબર – સાપ્તાહિક વેબિનાર-સિરીઝ | ભાગ ૬
‘વિકાસના રાહબર’ સાપ્તાહિક વેબિનાર-સિરીઝના છઠ્ઠા સત્રમાં નવજીવન આદિવાસી મહિલા વિકાસ મંચ, સાગબારાની વિકાસયાત્રા અને આદિવાસી મહિલાઓના સશક્તિકરણ માટે કરવામાં આવી રહેલા કાર્ય પર વિશેષ ચર્ચા કરવામાં આવશે.
જાન્યુઆરી ૨૦૦૦માં આદિવાસી મહિલાઓના સર્વાંગી વિકાસના હેતુથી સ્થાપિત થયેલ આ સંસ્થા હાલમાં નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ૮૦ ગામોમાં કાર્યરત છે. મંચ સાથે ૨૨૧ મહિલા જૂથો અને ૨૨૫૦ સભ્યો જોડાયેલા છે. મહિલાઓને સંગઠિત કરીને સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે સશક્ત બનાવવાની સાથે સંસ્થા પ્રાકૃતિક ખેતી, જમીન માલિકી, આરોગ્ય, શિક્ષણ, સામાજિક કુરીવાજોની નાબૂદી, પીવાના પાણી અને સ્વરોજગાર જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ કાર્ય કરે છે.
આ સત્રમાં સંસ્થાની સ્થાપના અને વિકાસની સફર, મહિલાઓની સંગઠિત ભાગીદારી, સમુદાય આધારિત કાર્યપદ્ધતિ તથા સાગબારા તાલુકામાં મહિલા સશક્તિકરણ અને ગ્રામ વિકાસ માટે કરવામાં આવેલા પ્રયાસો અંગે અનુભવ અને દૃષ્ટિકોણની આપ-લે થશે.
આદિવાસી વિકાસ, મહિલા સશક્તિકરણ, ગ્રામ વિકાસ અને સમુદાય આધારિત પહેલોમાં રસ ધરાવતા વિકાસકર્મીઓ, સંશોધકો, વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકોને આ અર્થપૂર્ણ સંવાદમાં જોડાવા માટે હાર્દિક આમંત્રણ છે.